ATM થી કેશ ટ્રાન્ઝેકશન પર RBI લઈ શકે છે મોટો નિર્ણય, ખાસ જાણો
જો ATM માંથી કેશ ન કાઢી શકવાની સ્થિતિમાં પણ તમારા પૈસા કપાયા હોય તો આ સમાચાર તમને રાહત આપી શકે છે.
Trending Photos
દિલ્હી: જો ATM માંથી કેશ ન કાઢી શકવાની સ્થિતિમાં પણ તમારા પૈસા કપાયા હોય તો આ સમાચાર તમને રાહત આપી શકે છે. ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિએશન (All India Bank Depositors Association) એ RBI પાસે માંગણી કરી છે કે કેશ ન નીકળવાની સ્થિતિમાં લાગતો ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જ (Transaction Declined Charge) હટાવવામાં આવે.
કેશ ન નીકળે ત્યારે કઈ સ્થિતિમાં કપાય છે તમારા પૈસા
હાલના નિયમો મુજબ એટીએમ (ATM) માંથી તમે એક નિર્ધારિત મર્યાદા સુધી જ કોઈ પણ ચાર્જ વગર પૈસા કાઢી શકો છો. જો નિર્ધારિત મર્યાદા પૂરી થાય અને ત્યારબાદ તમે એટીએમનો ઉપયોગ કરો પરંતુ કેશ ન નીકળી તો તમારે ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન ચાર્જ આપવો પડે છે. દરેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા અને જીએસટી (GST) ગ્રાહક પાસેથી વસૂલાય છે. આ પ્રકારના ટ્રાન્ઝેક્શનમાં મોટા ભાગના એવા ટ્રાન્ઝેક્શન હોય છે કે જેમના ખાતામાં પૂરતું બેલેન્સ (Balance) ન હોય,આમ છતાં તેઓ એટીએમમાંથી પૈસા કાઢવાની કોશિશ કરે છે.
RBI ને કરાઈ છે ભલામણ
ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિએશને રિઝર્વ બેન્કને અપીલ કરી છે કે આ પ્રકારે ચાર્જ વસૂલવા એ યોગ્ય નથી. જેનાથી લોકો બેન્કથી અંતર જાળવી રહ્યા છે જે બેન્કની આર્થિક સ્થિતિ માટે જરાય સારું નથી. જલદી આરબીઆઈની પોલીસી મીટિંગ થઈ રહી છે. કહેવાય છે કે આરબીઆઈ આ બેઠકમાં ઓલ ઈન્ડિયા બેન્ક ડિપોઝિટર્સ એસોસિએશનની માગણી પર નિર્ણય લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે